યાત્રાધામ ડાકોરમાં સ્વચ્છતા બાબતે ભાજપ સામે ભાજપનો ઘાટ ઘડાયો હતો. ભાજપના જ મહિલા સભ્યે ઉપવાસ આંદોલન આરંભતા ઘમાસાણ મચ્યું હતું. આ ઉપવાસના પગલે તાકિદે દોડી આવેલ ચીફ ઓફિસરે સેનેટરી ઇન્સ્પેક્ટરને ફોન કરતા તેઓએ મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. જેને પગલે ચીફ ઓફિસરની જાહેરમાં ફજેતી થઇ હતી. બીજી તરફ ઉપવાસી સભ્ય શીતલ પટેલે પોતાના વોર્ડમાં રાજકીય કિન્નખોરીથી પ્રજાને પાલિકા દ્વારા ત્રાસ આપતો હોવાની ગંભીર આક્ષેપબાજી પણ કરી હતી. ઉલ્લેખનીય બાબત છે કે, આ વોર્ડમાં તમામ સભ્યો ભાજપના છે. જોકે પાલિકા પ્રમુખની ચૂંટણી ટાણે આ વોર્ડના સભ્યોએ હાલના સત્તારૂઢ પ્રમુખ વિરુદ્ધ મતદાન કર્યું હતું. જેથી પાલિકા દ્વારા આ વિસ્તારની અવગણના કરાઈ રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ગંદકી બાબતે પાલિકાની હલકી કામગીરી બાબતે મહિલા સભ્ય અને અન્ય સભ્યોએ સોસાયટીમાં ઘરઆંગણે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. આખરે ચીફ ઓફિસરે તાત્કાલિક કામગીરી કરાવી આંદોલનકારી સભ્યો અને નાગરિકો આક્રોશ શાંત કરી મહિલા સભ્યને પારણાં કરાવ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -