કેન્દ્ર સરકારે અગાઉ દેશભરમાં નેશનલ હાઇવે પર પસાર થતાં વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત કરવાની મુદ્દત તા. 15મી ફેબ્રુઆરી સુધી લંબાવી હતી. સોમવારે મધરાતે આ મુદ્દત પૂર્ણ થાય છે. જોકે હવે આ મુદ્દત વધારવામાં નહીં આવે એટલે કે સોમવાર મધરાત્રિથી જ ફાસ્ટેગ દેશભરમાં ફરજીયાત બનશે.
કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ આ મુદ્દતમાં હવે કોઇ વધારો નહીં કરવાની જાહેરાત કરતાં સોમવારની મધરાતથી દેશભરમાં ટોલનાકાં પર ફાસ્ટેગ ફરજિયાત થઇ જશે. ફાસ્ટેગ નહીં હોય તે વાહનોએ ડબલ ટોલ ચાર્જ ચૂકવવો પડશે.
કેન્દ્રીય પરિવહન મંત્રાલયે એક આદેશમાં જણાવ્યું હતું કે 16 ફેબ્રુઆરીથી જ દેશભરના નેશનલ હાઇવે પરના તમામ ટોલ પ્લાઝાની તમામ લેન ફાસ્ટેગ લેન બની જશે. ટોલ પ્લાઝા ખાતે ફીની ઇલેક્ટ્રોનિક પેમેન્ટની સવલત કરી આપતા ફાસ્ટટેગ્સની પદ્ધતિ ૨૦૧૬માં દાખલ થઇ હતી. વાહનો ટોલ પ્લાઝા પરથી સહેલાઇથી પસાર થઇ શકે તે માટે ટેગ્સ ફરજિયાત બનાવી દેવાયા છે. ફીની ચુકવણી ઇલેક્ટ્રોનિક મોડથી કરવાથી ચોરોની સંભાવના પણ ઘટી જશે.