હાલે ખેડૂતો ઉપર એક પછી એક આફતો આવી રહી છે. વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડા, તીડના આક્રમણ બાદ હવે એક ખાસ પ્રકારની ઈયળ રાપર તાલુકાના એરંડા પાક ઉપર આવી છે અને એરંડાના પાકને ખાઇ રહી છે. જેથી ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે. મળતી માહિતી મુજબ, ચોમાસાની સીઝન બાદ પણ નવરાત્રિ ત્યારબાદ દિવાળીમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે રાજ્યના માથા પર હજી મહા વાવાઝોડાનો ખતરો પૂરી રીતે ટળ્યો નથી. જેના પગલે વાતાવરણમાં પલટો આવતા કેટલાક ભાગોમાં વરસાદ પણ પડ્યો છે. જેના પગલે પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરી રહેલ ખેડૂતોની સ્થિતિ વધુ દયનિય બની છે. ત્યારે કચ્છના રાપરમાં ખેડૂતો પર નવી આફત આવી છે. અહીં ખેડૂતોના એરંડાના પાકનો એક ખાસ પ્રકારની ઈયળ નાશ કરી રહી છે. જેના પગલે ખેડૂતોની માંગ છે કે આ ઈયળ પાકને નુકસાન કરી રહી છે તે માટે પણ સરકાર વળતર આપે તે જરુરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -