ગુજરાત સરકાર દ્વારા એક તરફ ગ્રામીણ વિકાસ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. જેના કારણે ખેડૂતોને સરળતાથી ગુજરાત સરકારના લાભો મળી શકે. પરંતુ ડીસા તાલુકાના વડલી ફાર્મ વિસ્તારની હાલત કંઈક અલગ જ છે. વાત કરવામાં આવે આ વિસ્તારની તો ડીસાના વડલી ફાર્મ વિસ્તારમાં 500 થી પણ વધુ ખેડૂતો રહે છે અને ખેતી તેમજ પશુપાલનનો વ્યવસાય કરે છે. પરંતુ વડલી ફાર્મ વિસ્તારથી ડીસા હાઈવેને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે. આ બાબતે ખેડૂતો દ્વારા સરકારમાં રસ્તા બાબતે 18 વર્ષથી રજુવાત કરવામાં આવી છે. પરંતુ આ વિસ્તારમાંના ખેડૂતને કોઈ જ પ્રકારે રસ્તો બનાવી આપવામાં આવ્યો ન હતો. જેના કારણે આજે 200 થી પણ વધુ ખેડૂતોએ ભેગા મળી આ રસ્તાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ જે બાદ ગામના સરપંચ આવી આ વિસ્તારનો રસ્તો દિવાળી સુધી બનાવી આપવાની બાંહેધરી આપતા ખેડૂતોએ હાલ પૂરતું વિરોધ કરવાનું ટાળ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -