ગુજરાતમાં દાડમની ખેતી માટે લાખણી તાલુકો હબ ગણાય છે. પરંતુ કોરોના નામની મહામારીએ દાડમની ખેતી કરતા ખેડૂતોને મુઝવણમાં મૂકી દીધા છે. અત્યારના દાડમના બગીચાઓમાં રોપા કટિંગ કરવાનો સમય ચાલી રહ્યો છે.
પરંતુ લોકડાઉનની પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશથી દાડમના રોપા કટિંગ માટે આવતા મજૂરો મળતા નથી. તો બીજી બાજુ દાડમના છોડમાં નાખવામાં આવતા ખાતર અને છંટકાવ કરવામાં આવતી દવાઓ પણ સહેલાઈથી મળતી નથી અને મળે તો ઊંચા ભાવ ભરવા પડે છે. Tત્યારે આવી બધી મુશ્કેલીઓ અને મુંઝવણોના કારણે નાના ખેડૂતોએ દાડમના બગીચાઓ કાપી નાખવાનું ચાલુ કર્યું છે. તો વળી અમુક ખેડૂતો મનોમન મુજાઈ રહ્યા છે.