નસવાડી એમજીવીસીએલ કચેરી પર ખેડૂતોએ હોબાળો કર્યો છે. સિંચાઈ માટેની વીજ લાઈનમાં અનિયમિત રીતે વીજળી આવતાં ખેડૂતો પરેશાન થઈ ગયા હતા. ત્યારે આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે ખેડૂતો એમજીવીસીએલની કચેરી પર હોબાળો કર્યો હતો. સાથે જ જો એક દિવસમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અનિયમિત વીજળીને કારણે પાલા, કોલુ, ભરોસવાડી, જીતપુરા, નનુપુરા ગામના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતોએ રાત્રિના સમયે સિંચાઈ માટેની વીજ લાઈન પર તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવે તેવી માગ કરી છે.ઉલેખનીય છે કે નસવાડી તણખલા ખેતીવાડી ફીડરના 25 ગામના ખેડૂતોને ખેતીનો વીજ પરવઠો પૂરતો મળતો નથી.જેથી નસવાડીની વીજ કચેરી રજૂઆત કરવા ખેડૂતો ઉગ્ર રજૂઆત સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપની ચોમાસામાં પૂરતી કામગીરી કરેલી ન હોય ખેડૂતોને ખરા સમયે ખેતીને પકવવા માટે વીજ પુરવઠાની જરૂર છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -