ડભોઇ ના વસઈ ગામે વિવિધ ખેડૂત સહકારી મંડળીઓ ના ઉપક્રમે ભારત કૃષિકેરના સાહિયોગ થી ખેડૂત માર્ગદર્શન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં કુદરતી ખેતી વિશે નિષ્ણાતો દ્વારા હાજે ખેડૂતો ને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.ડભોઇ વસઈ ગામે વિવિધ ખેડુત સહકારી મંડળીઓની આગેવાની મા ભારત કૃષિકેર ના સાહિયોગ થી ખેડૂત લક્ષી તાલીમ શિબિર અને ખાતર તેમજ કુદરતી ખેતી અંગે માર્ગદર્શન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ભારત કૃષિકેર ના નિષ્ણાત ટિમ દ્વારા ગામ ના ખેડૂતો ને ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જેમાં ઓર્ગેનિક ખેતી, થી જુદા જુદા પાક કઈ રીતે લઈ શકાય શરુ ઉત્પાદન અને ઓછા ખર્ચે સારી ખેતી કેવી રીતે કરવી તે અંગે નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામ ના મુકુંદભાઈ પટેલ, મહેશભાઈ પટેલ દાજી સહિત મોટી સંખ્યા મા ગામના ખેડૂતો હાજર રહ્યા હતા ખેતી ને લગતા કેટલાક પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા જેનું સરળ અમે સહજ રીતે ભારત કૃષિકેર ના અધિકારીઓ દ્વારા માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું