સોશિયલ મીડિયામાં વધુ એક જુગાડુ વીડિયો વાયરલ થયો છે. દિપાંશુ કાબરા દ્વારા આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેને જુગાડુ રેસ્ક્યુ નામથી શેર કરવામાં આયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ જાય છે.
(File Pic)
પાણીનો પ્રવાહ જોતા કોઈપણ એમ જ કહે કે પાણીનો પ્રવાહ કારને ખેંચીને લઈ જશે. વીડિયોમાં કારની ઉપર ત્રણ લોકો જોવા મળી રહ્યા છે જે રાહ જોઈ રહ્યા હોય છે કે કોઈ આવે અને તેમનો જીવ બચાવે. એટલામાં જ ત્યાં એક જેસીબી આવી પહોંચે છે. જેસીબી પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલ કાર પાસે પહોંચે છે અને ફસાયેલા ત્રણેય લોકોને બચાવી લે છે. આ પ્રકારનું રેસ્ક્યુ જુગાડુ રેસ્ક્યુજ કહી શકાય.
जुगाड़ rescue 😂😝😝 pic.twitter.com/dnUulNnoxB
— Dipanshu Kabra (@ipskabra) August 12, 2020
દીપાંશુ કાબરાએ પણ આ વીડિયો જુગાડ રેસ્ક્યુ કેપ્શન સાથે શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પાણીના પ્રવાહમાં ફસાયેલા ત્રણેય લોકો ગાડી પરથી જેસીબી પર બેસીને પોતાનો જીવ બચાવી લે છે.. આ વીડિયોને અત્યાર સુધી 85 હજારથી વધુ લોકો નિહાળી ચુક્યા છે અને ઘણા લોકોએ તેને શેર પણ કર્યો છે.