સરહદ પર ચીન અને પાકિસ્તાન સાથેના વિવાદ વચ્ચે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ શુક્રવારે લેહમાં ફોરવર્ડ પોસ્ટ પર પહોંચ્યા હતા. રક્ષા મંત્રીની હાજરીમાં સેનાના જવાનોએ યુદ્ધાભ્યાસ કર્યો. તે દરમિયાન રાજનાથ સિંહે પણ સેનાની મલ્ટી બેરલ ગન ચલાવી હતી. રાજનાથ સિંહની આ બે દિવસીય મુલાકાત ચીન અને પાકિસ્તાનને સંદેશ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.
મળતી માહિતી મુજબ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લેહમાં ફોરવર્ડ પોસ્ટની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં રક્ષા મંત્રી સમક્ષ પેરા કમાન્ડોએ શાનદાર યુદ્ધ પ્રદર્શન કર્યું હતું,.પેંગોંગ લેક પાસે પેરા કમાન્ડોઝ દ્વારા યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યું હતું, પેંગોંગ લેક એ જ વિસ્તાર છે જ્યાં સૌથી પહેલા ભારત ચીનના સૈનિકો આમનેસામને આવી ગયા હતા. ત્યારે આજે ભારત પેંગોંગ લેક પાસે પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહની સાથે જમ્મૂ-કાશ્મીરની મુલાકાત પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને સેના પ્રમુખ મનોક મુકુંદ નરવણે પણ જોડાયા છે.
રક્ષા મંત્રી જવાનોને ગણાવ્યા દેશની આન-બાન-શાન
દેશના જવાનોને દેશનું ગૌરવ ગણાવતા કહ્યું કે દેશના જવાનો દેશની આન, બાન અને શાન છે. સિંહે જણાવ્યું હતું કે આપણે લોકો શાંતિની વાત ચોક્કસ કરીએ છીએ પરંતુ જો કોઈએ પણ આપણી એક ઇંચ જમીન પણ પચાવી પાડવાનો પ્રયાસ કર્યો તો તેને છોડવામાં નહિ આવે.
યુદ્ધની પરિસ્થિતિને જોતા તૈનાત કરાયા હતા પેરા કમાન્ડો
પૂર્વ લદાખમાં જયારે ભારત અને ચીન વચ્ચે વિવાદ શરૂ થયો હતો ત્યારે આગ્રા અને અન્ય જગ્યાઓ પરથી પેરા કમાન્ડોઝને લદાખ મોકલવામાં આવ્યા હતા. યુદ્ધની પરિસ્થિતિને જોતા જવાનોની તૈનાતી કરવામાં આવી હતી. પેરા કમાન્ડોઝને ઊંચા પહાડો વાળા વિસ્તારો જેવા ગાળવાં ખીણ, પૈંગોંગ લેક અને દૌલત બેગ ઓલ્ડીમાં યુદ્ધ માટે તૈનાત કરવામાં આવ્યા હતા.