હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસને લઈને મહામારી જાહેર કરવામાં આવી છે. તેને અનુસંધાને સંક્રમણને ધ્યાનમાં લેતા તકેદારીના ભાગ રૂપે પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું સીએચઆર. તે જાહેરનામાંનો ચુસ્ત અમલ કરવા રાજગઢના પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.
જે દરમ્યાન બાતમી મળી હતી કે સાજીદ ઉર્ફે સાજન અહેમદ ભૂરા તથા સલમાન ઉર્ફે વાવો અહેમદ ભૂરા, ઇમરાન ઉર્ફે તેમુર મહંમદ જમાલ, ઇકબાલ ઉર્ફે ડોહો મહંમદ જમાલએ સાથે મળી છોટાઉદેપુર જિલ્લામાંથી 15 ગૌવંશો ટાટા ટેમ્પોમાં લઇ બાકરોલ થઈ રણજીતનગર વિસ્તારના અંતરયાળ રસ્તા ઉપરથી ચોરી છુપેથી ગૌવંશ ભરી વેજલપુર તરફ જનાર છે. જેથી દુધપુરા ચોકડી ખરખડી રોડ પર ટાટા ટેમ્પો જતો હોય જેથી રિકવિઝીટ વાહનમાં રહેલા સ્ટાફને નાકાબંધી કરવાની સૂચના આપી હતી.
જે નાકાબંધી જોઈને દૂરથી આ ચારેય ટેમ્પાચાલક ઈસમો અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા. જ્યારે ટેમ્પામાં પાછળના ભાગે પાટિયા ખોલી જોતા તેમાં ગૌવંશો ભરેલા હતા. જેમાં ગાય, બળદ, વાછરડું થઈ 15 ગૌવંશ ઝડપી પાડ્યા હતા. જેની કિંમત 1.75.000-/ તથા ટેમ્પની કિમત 1.25.000/- મળી કુલ 3.00.000 નો મુદ્દામાલ જપ્ત કરી ભાગી છૂટેલા ચાર ઇસમો વિરુદ્ધ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.