લખનૌમાં વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવેલી પ્લાસ્ટિકની ખુરશીઓ પર ચઢીને પૂરના પાણી ઘૂસેલ શાળામાં પ્રવેશવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ શાળાના શિક્ષકને તેની નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે એક મીડિયા અહેવાલોમાં જણાવાયું હતું.
વાયરલ વિડિયોમાં બાળકો તેમના શિક્ષકને ચાલવા માટે પ્લાસ્ટિકની ખુરશીઓ એક પંક્તિમાં મૂકવા માટે પાણીમાંથી પસાર થતા જોઈ શકાય છે. વિડીયોમાં મહિલાને ખુરશી પર ચઢીને સૂકી જગ્યાએ પહોંચતી જોઈ શકાય છે જ્યાં તે ઉતરે છે, જ્યારે વિદ્યાર્થીઓ ભીંજાઈ જાય છે. હાલ આ વિડીયો સોશિયલ મિડયામાં ખૂબ વાઇરલ થયો છે.ત્યારે આ શિક્ષક સામે પગલાં લેવામાં આવ્યા છે અને તેમણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Wait! This isn't musical chairs. Students help the teacher cross the rain-filled path, getting drenched themselves in Mathura. #Shocking #UttarPradesh #Viral pic.twitter.com/7q48MrlNmV
— Payal Mohindra (@payal_mohindra) July 28, 2022
આ ઘટના મથુરા જિલ્લામાં બની છે., જ્યાં બુધવારે પડેલા ભારે વરસાદને કારણે શાળાના ગ્રાઊંડમાં પાણી ભરાઈ ગયું હતુ.