આકાશમાં ઉડતા-ઉડતા વાદળોની વચ્ચે ખાવાની મજા માણી છે? હવે તૈયાર થઈ જાવ, આવા ખાસ રોમાંચનો આનંદ મેળવવા માટે. સ્કાય ડાઈનિંગની મજા માણવી હોય, તો રાજકોટ આવવું જ પડશે.ગુજરાતની ફર્સ્ટ એડવેન્ચર રેસ્ટોરન્ટ આજથી રાજકોટમાં શરૂ થઈ ગઈ છે. જેમાં હવામાં રહીને મોકટેલ અને ડિનરની મજા માણી શકો છો. જી હાં ગુજરાતની ફર્સ્ટ એડવેન્ચર રેસ્ટોરન્ટ આજથી રાજકોટમાં શરૂ થઈ ગઈ છે. જેમાં તમે હવામાં રહીને મોકટેલ અને ડિનરની મજા માણી શકો છો.
સ્કાય ડાઈનિંગમાં અલગ-અલગ સેશન દરમિયાન ખાવાનો આનંદ લઈ શકો છો. મેજિકલ મોકટેલ સેશન માટે તમારે 1,499 રૂપિયા ચૂકવવા પડશે. જેનો સમય સાંજે 5:15 થી 5:45ની વચ્ચેનો રહેશે. જ્યારે 8:15 થી 9:15 વાગ્યા સુધી સ્કાઈ ડાઈનિંગની મજા માણવા માટે તમારે 2,499 રૂપિયા ચૂકવવા પડશે.
આજ રીતે જો તમે સૂર્યાસ્તની સાથે મૉકટેલની મજા માણવા માંગો છો, તો આ સેશન માટે પ્રતિ વ્યક્તિ તમારે 1,499 રૂપિયા ચૂકવવા પડશે. આ સેશનનો સમય સાંજે 6:30 થી 7 વાગ્યાની વચ્ચેનું રહેશે. જો રાત્રે તારાઓની વચ્ચે ડિનર માણવાની ઈચ્છા છે, તો આ માટે તમારે 1,499 રૂપિયા ચૂકવવા પડશે. જેનો સમય રાત્રે 9:45 થી 10:15ની વચ્ચેનો રહેશે.
સીટિંગ કેપેસિટી એટલે કે બેઠક વ્યવસ્થાની વાત કરીએ તો, કોઈ એક સેશનના સમય દરમિયાન વધુમાં વધુ 22 લોકો એક સાથે બેસી શકે છે. સ્કાય ડાઈનિંગનું સ્ટ્રક્ચર એક હાઈ ક્વાલિટી પ્લેટફોર્મ છે. જેમાં ટેબલની ચારો તરફ 22 લોકોના બેસવાની વ્યવસ્થા છે. આ તમામ આરામ દાયક સીટોને વિમાનમાં હોય, તેવા સીટ બેલ્ટ દ્વારા સુરક્ષિત છે. જે 180 ડિગ્રી ફરી શકે છે. જો કે તમે કોઈ મોટા ગ્રુપમાં જાવ, તો અલગ-અલગ સેશનમાં 350થી વધુ લોકો તેનો આનંદ ઉઠાવી શકે છે. આ સાથે જ મુલાકાતીઓ માટે રેસ્ટરૂમની પણ વ્યવસ્થા હશે.આ ઉપરાંત જો તમે સ્કાઈ ડાઈનિંગ દરમિયાન તમારા માથા ઉપર છત રાખવા માંગશો, તો તેની પણ વ્યસ્થા કરવામાં આવશે. આટલું જ નહીં, જો તમને સ્કાય રેસ્ટોરન્ટમાં ઠંડીનો ચમકારો અનુભવાય, તો ત્યાં ઈન્ફ્રા રેડ ટેક્નિકની મદદથી ગરમી પેદા કરવાની પણ વ્યવસ્થા હશે.
Photo : http://skydining.in/