આજે સવારથી સ્માર્ટફોન યુઝર્સને સતત ઈમરજન્સી મેસેજીસ મળી રહ્યા છે. આ મેસેજનો ટોન સાવ અલગ છે અને ઘણા યુઝર્સ તેનાથી ડરી ગયા છે. જો તમને પણ તમારા ફોન પર આવી કોઈ ઈમરજન્સી એલર્ટ મળી રહે છે, તો ગભરાવાની જરૂર નથી. આ એક નમૂના પરીક્ષણ સંદેશ છે, જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા મોકલવામાં આવી રહ્યો છે. આ સંદેશને તમામ વપરાશકર્તાઓના ઉપકરણો સુધી પહોંચાડવા માટે સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નવી ઈમરજન્સી એલર્ટ સિસ્ટમની તપાસ કરવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દેશના તમામ વપરાશકર્તાઓ સુધી તેનો વિસ્તાર કરી રહી છે. તેનો હેતુ કટોકટીની સ્થિતિમાં વપરાશકર્તાઓને સમયસર ચેતવણી આપવાનો અને તેમની સુરક્ષા વધારવાનો છે. આ સિસ્ટમ દ્વારા, ભૂકંપ અથવા પૂર જેવી ગંભીર આપત્તિની સ્થિતિમાં વપરાશકર્તાઓને ચેતવણીઓ મોકલવામાં આવશે.
આ સંદેશ ઈમરજન્સી એલર્ટમાં આપવામાં આવ્યો છે
આ એલર્ટ ‘ઇમરજન્સી એલર્ટ: સીવિયર’ શીર્ષક સાથે યુઝર્સના ડિવાઇસ સુધી પહોંચી અને યુઝર્સના ફોનમાં સાયરન જેવો ટોન વાગવા લાગ્યો. આ સંદેશમાં, ‘આ સેમ્પલ ટેસ્ટ સંદેશ છે જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવ્યો છે. કૃપા કરીને આ સંદેશને અવગણો કારણ કે તેને તમારા તરફથી કોઈ પગલાંની જરૂર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી ઓલ ઈન્ડિયા ઈમરજન્સી એલર્ટ સિસ્ટમની ચકાસણી કરવા માટે મોકલવામાં આવ્યો છે. આ સિસ્ટમનો હેતુ જાહેર સલામતી વધારવાનો અને કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપવાનો છે.”