આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે આગમી તા.પાંચમી ડીસેમ્બર-૨૦૨૨ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ત્યાર બાદ ૮મી ડીસેમ્બરના રોજ વલ્લભ વિદ્યાનગર ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવશે. આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે ચૂંટણી નિરીક્ષકોની નિમણુંક કરી દેવામાં આવી છે. સાત વિધાનસભા બેઠકો ઉપર થયેલ મતદાનની મતગણતરી ૮મી ડીસેમ્બરના રોજ વિદ્યાનગર સ્થિત બીજેવીએમ કોમર્સ કોલેજ અને નલિની આર્ટસ કોલેજ ખાતે યોજાનાર છે.
ચૂંટણી નિરીક્ષકો દ્વારા મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં મતગણતરી કેન્દ્રો ખાતે ઉભા કરાયેલ સ્ટ્રોંગરૂમ, કાઉન્ટીંગરૂમ, મીડિયા સેન્ટર સહિતના સ્થળોની મુલાકાત લઈ માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે જિલ્લા ચૂટંણી અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓએ સમગ્ર આયોજનની રૂપરેખા મેળવી હતી. આણંદ, ખંભાત તથા ઉમરેઠ બેઠકોની મતગણતરી નલિની આર્ટસ કોલેજ ખાતે યોજાશે જ્યારે બોરસદ, આંકલાવ, પેટલાદ અને સોજિત્રા વિધાનસભાની બેઠકો ઉપર થયેલ મતદાનની મતગણતરી બીજેવીએમ કોમર્સ કોલેજ ખાતે યોજાશે.