પંચમહાલ જિલ્લાના હાલોલમાં હઝરત બાદશાહ બાબાની દરગાહ ખાતે ઇદ મેળો યોજાયો. મુસ્લિમોનાસૌથી મોટા તહેવાર ઈદ-ઉલ-ફિત્ર એટલે રમજાન ઈદની હાલોલ નગરના તમામ મુસ્લિમોએ ભારેરંગેચંગે અને ખુશી ભર્યા માહોલમાં અને ઉત્સાહપૂર્વક વાતાવરણમાં ઉજવણી કરી હતી જેમાં ત્રણ દિવસસુધી ચાલતા ઈદની ઉજવણીને અનુલક્ષીને વર્ષોથી હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ હજરતબાદશાહ બાબાની દરગાહ ખાતે ભરાતા મેળાને કે જે છેલ્લા બે વર્ષથી કોરોના ને કારણે મોકૂફ રાખવામાં આવેલ હતો
જ્યારે આ વર્ષે કોરોના નો પ્રકોપ ઘટતા ત્રણ દિવસીય ઇદ મેળાનું આયોજન બાદશાહીકમિટી દ્વારા કરાતા મુસ્લિમોમાં ભારે ખૂશીની લહેર દોડી ગઈ હતી જેમાં બાદશાહ બાબાની દરગાહનામેદાન ખાતે યોજાયેલ ત્રણ દિવસીય ઇદમેળામાં વિવિધ પ્રકારના ચકડોલો , સ્ટોલો, ખાણીપીણીનીલારીઓ અને વિવિધ આનંદ પ્રમોટના સાધનો લાગતા હાલોલ નગર સહિત ગોધરા,કાલોલ,શિવરાજપુર, બાસ્કા, વેજલપુર,મલાવ,સાવલી તેમજ પાંડુ સહિત જિલ્લાના અન્ય વિસ્તારમાંથી ત્રણ દિવસ સુધી બાદશાહ બાબાની દરગાહ ખાતે યોજાયેલ ભવ્ય ઉજવણીમાં સામેલ થઈ મંગળવાર, બુધવાર અને ગુરુવારે એમ ત્રણ દિવસ સુધી ઇદ નિ રંગેચંગે ઉજવણી કરી હતી.