કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. એક મહિનામાં આ ત્રીજી વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેના પગલે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
રીક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5ની માપવામાં આવી છે. આ પહેલા 12 અને 13 એપ્રિલે પણ દિલ્હીમાં ભૂકપના આંચકા અનુભવાયા હતા.
12 એપ્રિલે દિલ્હી એનસીઆરમાં સાંજે 5:50 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કોરોના વાયરસ લોકડાઉનના કારણે તે દિવસે પણ મોટાભાગના લોકો પોતાના ઘરોમાં હતા..
ત્યારબાદ 13 એપ્રિલે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો..ત્યારે રીક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.7 નોંધવામાં આવી હતી. મહત્વનું છે કે આ પહેલા દિલ્હીમાં વહેલી સવારે ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા..
ત્યારે એક જ મહિનામાં ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.