ગુરુવારે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તેનો અનુભવ થયો છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં હતું. તેની તીવ્રતા 6.2 હતી. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આંચકા ખૂબ જ મજબૂત હતા અને નુકસાનની પણ આશંકા છે.
અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે દિલ્હી-NCRમાં જોરદાર આંચકા અનુભવાયા હતા. દિલ્હી ઉપરાંત હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં પણ ધરતી ધ્રૂજી. હાલમાં ભારતમાં ક્યાંય પણ નુકસાનના અહેવાલ નથી.