એક બાજુ મહા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે તો સતત બે દિવસથી વરસાદ ચાલુ છે ત્યારે આજ રોજ જામનગર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ભય ફેલાયો છે. જામનગર શહેર અને કાલાવડ તાલુકાના સાત ગામમાં ભુકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા આવતા શહેરીજનો ઘરની બહાર નીકળી ગયા હતા. તો કાલાવડ તાલુકાના ખાન કોટડા સહિતના સાત ગામમાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જામનગરમાં કુલ બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બોપરે 3.35 વાગ્યે રિકટર સ્કેલ 1.9નો આંચકો આવ્યો હતો અને સાંજે 7.51 કલાકે 3.7 રિકટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 27 કિલોમીટર દૂર છે. કાલાવડ તાલુકાના સરાપાદર ગામમાં ભૂકંપથી મકાનની છત તૂટી પડી છે અને એક દીવાલ પણ ધરાશાયી થઈ છે. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -