દેશના વિવિધ ભાગોમાં વધુ એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હી—નસીઆરમાં સાંજે સાત વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના રિપોર્ટ મુજગ, ગુરુગ્રામ-હરિયાણાના દક્ષિણ-પશ્ચિમમાં 63 કિલોમીટરના અંતરે 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના આંચકા દિલ્હી-એનસીઆર ઉપરાંત હરિયાણાના પણ કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હોવાની માહિતી સામે આવી છે.
સાંજે સાત વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. મોટી ઈમારતોમાંથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે આ ભૂકંપના કારણે કોઈ જાનમાલને નુકશાન કે જાનહાનિના પણ અહેવાલ નથી. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો આજે મિઝોરમમાં પણ બપોરના સમયે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો.