ગુજરાત એક એવું રાજ્ય છે જે દરેક સેકન્ડે તેના જીવંત વારસાને પ્રદર્શિત કરે છે. રાજ્યને પ્રેરણાદાયી સંસ્કૃતિ, અને જબરજસ્ત ઈતિહાસ, આર્કિટેક્ચર સાથે આપવામાં આવ્યું છે જે તમને અંદરથી ખસેડશે. ગુજરાતના ઐતિહાસિક સ્થળો વિશ્વભરના યાત્રાળુઓ અને ઇતિહાસકારોને આમંત્રણ આપે છે.
સ્વર્ગ દ્વાર, મોક્ષ દ્વાર, દેવકી ચોક, વસુદેવજીની શેરી, ગોપાલજીની શેરી, ફૂલેકા શેરી, ભીડભંજન શેરી, વ્યાસ શેરી, હર્ષદા શેરી, બ્રહ્મકુંડ, કકરાટ કુંડ, સ્નાન કુંડ, ઉગમણો ચોક, ખારવા ચોક, ત્રણબત્તી ચોક, હોળી ચોક, ડેલો, ખડકી અને ટાંકું. જી, હા, સૌરાષ્ટ્ર સ્થિત દ્વારકા શહેરમાં રોજબરોજની વાતચીતમાં વપરાતા નામ છે. દ્વારકા શહેરને ‘કૃષ્ણની નગરી’ કહેવામાં આવે છે.
દ્વારકા એ એક પ્રાચીન શહેર છે. જે ગુજરાતના ઉત્તર પશ્ચિમ રાજ્યમાં ગોમતી નદીના કાંઠે વસેલું છે.દ્વારકા એ ભારતના સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તીર્થ સ્થાનો માનું એક છે. જો તમને હિન્દુ પૌરાણિક કથાઓ વિશે ખબર છે, તો તમે ભગવાન વિષ્ણુના અવતારોમાંના એક શ્રી કૃષ્ણ સાથે દ્વારકાના જોડાણ વિશે જાણતા હશો. જેટલું મહત્વ હિન્દુ ધર્મમાં ચાર ધામની યાત્રાનું છે, એટલું જ મહત્વ દ્વારકાધીશ મંદિરનું પણ છે.
2500 વર્ષ પહેલાં બંધાયેલ આ મંદિરમાં પાંચ માળ જોવા મળે છે. અદ્ભુત કોતરણી ધરાવતા 60 સ્તંભ જોવા મળે છે. મંદિર કુલ ત્રણ ભાગમાં વહેચાયેલું છે. જેમાં ભક્તિ માટેનું સ્થળ, પ્રકાશઘર (નિજમંદિર), સભાગૃહ. સૌથી ઉપર શિખર જોવા મળે છે. મંદિરના સભામંડપના ઉપરના ભાગમાં સુંદર નકશી કામ જોવા મળે છે. ઝરુખામાં અપ્સરા અને હાથીનું કોતરણી કામ થયેલ છે. શંકુ આકાર ઘરાવતું ૧૭૨ ફૂટ ઉંચુ શિખર છે. મંદિરની શોભા જોવી હોય તો ઉપરના માળે આવેલ ઝરુખામાંથી મંદિરની આસપાસ આવેલાં બીજાં નાનાં મંદિરોને પણ નિહાળી શકાય છે. ગર્ભગૃહમાં આવેલી ૧ મીટર ઊંચી દ્વારિકાધીશની મૂર્તિની સમક્ષ આપ ઊભા રહો તો એક અદૃશ્ય શક્તિને અનુભવી શકો છો. ગોમતી ઘાટ ઉપર ઉભા રહીને ગોમતી નદીને સમુદ્રમાં એકરૂપ થતી પણ જોઈ શકાય છે. દ્વારકાના મંદિરમાં રોજની છથી સાત બાવનગજની ધજા ચડાવવામાં આવે છે. મહાભારતના યુદ્ધ બાદ શ્રીકૃષ્ણ ભગવાન ૩૬ વર્ષ દ્વારકામાં રહ્યા હતા. એકલવ્ય અને દ્રોણાચાર્યની ભૂમિ પણ કહેવાય છે. એવી પણ માન્યતા છે કે કૃષ્ણના અવસાન બાદ સોનાની દ્વારકા પાણીમાં ડૂબી ગઈ હતી. સોનાની દ્વારકા શોધવાના પ્રયત્નો હજી આજે પણ ચાલી રહ્યા છે.