દ્વારકા નજીક દરિયામાં અદભૂત નજારો જોવા મળ્યો હતો. વરસાદી વાતાવરણ બાદ હજુ પણ વંટોળ યથાવત છે. ત્યારે અરબી સમુદ્રમાં પ્રેશરના કારણે વંટોળ જોવા મળ્યો હતો. વંટોળીયાના કારણે સમુદ્રનું પાણી ઉપર ખેંચાઇ રહ્યું છે તેવો અનોખો નજારો જોવા મળ્યો હતો. કુદરતનો આ અનોખો નજારો દ્વારકા નજીકના રૂપેણ બંદરે જોવા મળ્યો હતો. દ્વારકા જિલ્લામાં ફરી એક વખત આકાશી ધોધનો વીડિયો સામે આવ્યો છે. દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં સમુદ્રમાં સર્જાયેલા અવકાશી ધોધને લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યો. જેમાં સમુદ્ર પર આકાશમાંથી ધોધ નીચે પડતો હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ભાગ્યે જ જોવા મળતી આવી ઘટના દ્વારકાના દરિયા પર જોવા મળતા લોકોમાં કુતુહુલ સર્જાયું છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -