વેરાવળના કીડીવાવ પાસે બે વિદ્યાર્થીઓ ઉપર કાર ફરી વળતા એકનું મોત થયું હતુ. જયારે બીજા વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. વેરાવળ ગડુ હાઇવે ઉપર આજે સાંજે એક સ્વીફ્ટ કાર નંબર નંબર કાર નંબર નંબર જીજે ૩૨ બી ૬૩૯૦ જેમાં સદસ્ય ગીર સોમનાથ જીલ્લા પંચાયત એવું લખેલ છે તે ગાડી જુનાગઢ બાજુ પુરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવતાં પલટી મારી જતા વિસ ફ્ૂટ જેટલી ઘસડાઇ અને કીડીવાવ શૈક્ષણિક સંકુલ ના ગેટ પાસે પહોંચી ગઈ હતી આ સમયે સ્કૂલના ગેટ પર ઉભેલા કાણેક ગામના અને બી આર એસ નો અભ્યાસ કરતા સંજય વનરાજ રાઠોડ ઉમર ૨૦ તથા સીડોકર ના બીએસસી માં અભ્યાસ કરતા સંદીપ રાણાભાઇ ચાવડા ઉપર કાર ફ્રી જતા બંનેને તાત્કાલિક વેરાવળ સિવિલમાં હોસ્પિટલ ખસેડાયા હતા હતા પરંતુ સંજય રાઠોડ ને ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત થયાનુ તબીબોએ જાહેર કર્યું હતું જ્યારે સંદીપભાઈ ને સામાન્ય ઇજા હોય સારવારમાં ખસેડાયો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -