રાજ્ય સરકારે કોરોનાના સંક્રમણને જોતા નવરાત્રિમાં ગરબા ગાવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે દિવાળી સહિતના તહેવારોની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે સત્તાધારી પક્ષના નેતાઓને જાણે કોરોનાનો ભય નથી લાગતો કે પછી સરકારની ગાઈડલાઈન તેમને લાગુ નથી પડતી તે એક સવાલ ફરી એકવાર ઉભો થયો છે.
કોરોનાના ભય વગર અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોને નેવે મૂકીને વધુ એક નેતાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાજપના વધુ એક નેતાએ જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વિડિયો વાયરલ થયો છે. મહુવા ભાજપના ધારાસભ્ય રાઘવજી મકવાણાએ કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી હતી.
https://www.facebook.com/100050544248522/videos/175868307441310/
જન્મ દિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે. આ ઉજવણીમાં કેક કટીંગ તો થઈ પરંતુ આ ઉજવણી પ્રસંગે તેમના મિત્રો અને સ્નેહીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેના પગલે સ્વાભાવિક રીતે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.ત્યારે કોરોનાકાળમાં નિયમોના ધજાગરા ઉડાડનાર ભાજપ ધારાસભ્ય સામે કોઈ પગલા લેવામાં આવશે કે નહીં? મહત્વનું છે કે આ પહેલા પણ કોરોના સમયમાં ભાજપના નેતાઓ રેલીઓ, ગરબા યોજીને સરકારની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવતા નજરે પડ્યા હતા. જેના વિડિયો પણ વાયરલ થયા હતા, ત્યારે સવાલ એ પણ છે કે શું ભાજપના નેતાને કોઈ ગાઈડલાઈનનું પાલન કરવાનું નથી કે શું?