શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ ભવ્ય મંદિરના નિર્માણ માટે આખા દેશમાં રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં 15 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધીના પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે.
આ પ્રથમ તબક્કામાં રાજ્યના વેપારીઓ અને મહાજન મંડળોએ રામ મંદિરના નિર્માણ માટે લગભગ 100 કરોડ જેટલી નિધિ સમર્પિત કરી છે. આ અભિયાનના બીજા તબક્કામાં પણ દાનનો ધોધ વહી રહ્યો છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે અનેક ધાર્મિક સંસ્થાઓ દાન કરી રહી છે, ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 2 કરોડ 11 હજાર 11 રૂપિયાનો ચેક મુખ્યપ્રધાનને અર્પણ કરાયો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલ પ્રશંસનીય કામગીરીના વખાણ કરવામાં આવ્યા હતા. સાથે જ રામ મંદિરના કન્ટ્રક્શનમાં પણ સંસ્થા દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો હોવાની તેમણે વાત કરી હતી.
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) રામ મંદિરના ભવ્ય નિર્માણમાં સાથ અને સહકાર આપી રહ્યું છે. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) એ દુનિયાભરમાં અનેક શ્રેષ્ઠ મંદિરો બનાવ્યા છે. @baps pic.twitter.com/UEKP7I4HUC
— Vijay Rupani (@vijayrupanibjp) February 13, 2021