અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વિટરની કાર્યવાહીથી ભડકી ગયા છે. તેમનું પર્સનલ એકાઉન્ટ બંધ થઇ ગયું હોવા છતાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ વડે ટ્વીટ કરીને પોતાની ભડાસ નિકાળી હતી.
તેમણે માઇક્રોબ્લોગિંગ સાઇટ પર જોરદાર હુમલો કરતાં આરોપ લગાવ્યો કે ટ્વિટર દ્વારા ડેમોક્રેટ્સ સાથે મળીને ‘ફ્રી સ્પીચ’ને ખતમ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહી ટ્રમ્પે પોતાનું નવું પ્લેટફોર્મ તૈયાર કરવાની વાત પણ કહી. જ્યાં તે ખુલીને પોતાની વાત રાખી શકે છે.
કેપિટલ હિલ હિંસા બાદ ટ્વિટર દ્વારા સખત પગલાં ભરતાં ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને સ્થાપીરૂપથી બંધ કરી દેવામાં આવ્યું છે. કંપનીની આ કાર્યવાહીનો જવાબ આપવા માટે ટ્રમ્પે સત્તાવાર ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કર્યો હતો. મહત્વનું છે કે, કેપિટલ હિલ પર થયેલા હુમલાને લઇને ડોનાલ્ડ ટ્રમ્પની ચોતરફ ટીકા થઇ રહી છે. બુધવારે હજારોની સંખ્યામાં ટ્રમ્પના સમર્થકોએ દેશની સંસદ કેપિટલ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન પાંચ લોકોના મોત થયા હતા.