અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સત્તા પરથી હટતા જ તેમની પત્ની મેલાનિયા સાથેના સંબંધો પણ કથળવા લાગ્યા છે. મેલાનિયા ટ્રમ્પ ફ્લોરિડામાં રહેવા ગયા બાદ પોતાનો મોટાભાગનો સમય સ્પામાં જ વિતાવે છે.
મેલાનિયાએ પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર પણ તમામ પોસ્ટ ડિલીટ કરી નાખી છે. જેના કારણે હવે ટ્રમ્પ અને મેલાનિયાના સંબંધો ઓલ ઈઝ વેલ ના હોવાની અટકળો વધારે વેગીલી બની છે. વ્હાઈટ હાઉસ છોડ્યા બાદથી જ મેલાનિયા ટ્રમ્પ રહસ્યમય રીતે જાહેર જીવનથી એકદમ દૂર છે અને પોતાનો મોટા ભાગનો સમય માત્ર સ્પામાં જ વિતાવી રહ્યાં છે.
મેલાનિયા છેલ્લે 20 જાન્યુઆરીએ જાહેરમાં દેખાયા હતાં. ત્યારથી જ તેઓ રહસ્યમય રીતે ગાયબ છે. એવુ માનવામાં આવી રહ્યું હતું કે, ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી લોકો વચ્ચે આવવાથી બચવા માંગે છે પરંતુ તેમણે પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પરથી બધી પોસ્ટ જ ડિલીટ કરી દેતા ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધોને લઈને સવાલ ઉભા થયા છે. વ્હાઈટ હાઉસના એક પૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે, મેલાનિયા અને ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઈટ હાઉસમાં સાથે રહેતા હતા ત્યારે જ સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. બંનેના સંબંધો એકદમ નિરસ બની ગયા હતાં. જોકે મેલાનિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે છુટાછેડા લેવાની અટકળોને ફગાવી દીધી છે. પરંતુ સૂત્રોના મતે બંનેના સંબંધોમાં હાલ કડવાશ છે .