અમરેલી જીલ્લાના લાઠી શહેરમાં શ્વાનનો આતંક સામે આવ્યો હતો. 7 થી 8 જેટલા લોકોને હડકાયા શ્વાને ટાર્ગેટ બનાવ્યા હતા અને બટકું ભરી લીધું હતું. તેવામાં લાઠી શહેરનાં ભાજપ પ્રમુખ અનિલ નાંઢા પણ કૂતરાના હુમલાનો ભોગ બન્યા હતા. તેમજ ભવાની સર્કલથી તાલુકા પંચાયત વિસ્તારમાં આ ઘટના બનવા પામી હતી.
કૂતરું કરડતા જ તમામ લોકો તાત્કાલિક સારવાર લેવા માટે લાઠી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. પરંતુ સિવિલમાં હડકવા વિરોધી રસી ન હોવાને કારણે તમામ લોકો અમરેલી ખાતે પહોચ્યા હતા. ત્યારબાદ અમરેલીમાં તમામનાં સારવારની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
લોકો આ કુતરાના આંતકથી ત્રાસી ગયા છે, તેથી તેમણે આ કૂતરાનાં આંતકને પહોચી વળવા માટે નગરપાલિકા દ્વારા કડક પગલા લેવામાં આવે તેવી માંગણી કરી છે. તો લોકોની માંગણી પર સરકાર દ્વારા શું પગલા લેવામાં આવશે તે હવે જોવું રહ્યું ?