ભરૂચ તાલુકાના દેરોલ ગામ ખાતે ગતરોજ બપોરના 2 વાગ્યાના અરસામાં તળાવની પાળ પાસે ગુજરાતી શાળા નજીક આવેલ દીપી બોક્ષમાં એકા એક અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બનવા પામેલ હતો.
આગ લાગવાની જાણ દેરોલ ગામના ડેપ્યુટી સરપંચ દિલાવર મલિકને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તેની તકેદારી રાખી તાબડતોબ જી. ઈ.બી ખાતે ફોન કરી આખાં ગામની લાઈટ બંધ કરાવી હતી.અને ગામના કેટલાક ઉત્સુક યુવાનોએ માટીનો મારો ચલાવી આગ ભૂજવવામાં સફળ રહ્યા હતાં