હાલમાં કાળઝાળ ગરમીના કારણે અનેક વિસ્તારમાં વાહનોમાં આગની ઘટનાઓ પ્રકાશમાં સામે આવતીહોય છે ત્યારે મહેસાણા નજીક પણ એક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં એકાએક આગ લાગતાઅફડાતફડી મચી જવા પામી હતી. એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકો સલામત રીતે બહાર નીકળી જતાબચાવ થયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. બેચરાજીના કાલરી ચડાસણા ગામ વચ્ચે આજે બપોરે 4 કલાકે રાજકોટની એક એમ્બ્યુલન્સ હાઇવે પરથી પસાર થઈ રહી હતી.
એ દરમિયાન મીની બસમાં એકાએકઆગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી. મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં આવેલ રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટઆંખની હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી. આગને પગલે એમ્બ્યુલન્સમાં સવાર 3 લોકો બહાર નીકળી ગયા હતા. ઘટનાની જાણમહેસાણા ફાયર બ્રિગેડને કરતા મહેસાણા ફાયર બ્રિગેડ આગ બુઝાવવા ઘટના સ્થળે દોડી આવી આગ બુજવવાના પ્રયાસ ચાલુ કરવામાં આવ્યા હતા. એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.