રાજ્ય સરકાર દ્વારા 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓ હવે પૂર્ણતાને આરે છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના 24 સેન્ટરો ખાતે એક સપ્તાહ સુધી યોગ શિબિરો યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સરકારે અલગ અલગ 75 આઈકોનિક જગ્યાઓ પર યોગ કરીને ડોક્યુમેન્ટ્રી તૈયાર કરવામાં આવી છે. જે વિશ્વની તમામ ભાષામાં તૈયાર કરીને વિશ્વમાં પ્રચાર પ્રસાર કરવામાં આવશે.સમગ્ર વિશ્વમાં 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ 21મી જૂનના રોજ આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ વર્ષે યોગ દિવસની ઉજવણી “Yoga for Humanity” – ‘ માનવતા માટે યોગ’ થીમ પર કરવામાં આવશે. યોગ દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાના 24 સેન્ટર ખાતે યોગ સપ્તાહનો આરંભ કરવામાં આવ્યો છે.આંતર્રાષ્ટ્રીય યોગ સપ્તાહની ઉજવણી અંતર્ગત અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે 21મી જૂનના રોજ આઠમા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાનવતા માટે યોગ’ થીમ પર યોજાશે.