કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યુ છે. ત્યારે કેન્દ્ર સરકારે સામાન્ય લોકો દ્વારા પહેરાતા છીદ્રવાળા N-95 માસ્કના ઉપયોગ સામે ચેતવણી જાહેર કરી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર પાઠવ્યો છે અને N95 માસ્કથી વાયરસને ફેલાતો અટકાવી શકાતો ન હોવાનું સ્પષ્ટ કર્યુ છે.
(File Pic)
કેન્દ્ર સરકારે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને લોકોને છિદ્રયુક્ત શ્વાસયંત્ર (વૉલ્ડ રેસ્પિરેટર) લાગેલા N-95 માસ્ક પહેરવાને લઇને ચેતાવણી જાહેર કરી છે. પત્રમાં લખ્યું છે કે આનાથી કોરોના વાયરસનો પ્રસાર રોકાતો નથી. આ કોવિડ-19 મહામારી સામે લેવામાં આવેલા પગલા કરતા વિપરીત છે.
સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય સેવા ડાયરેક્ટર જનરલ રાજીવ ગર્ગે સ્વાસ્થ્ય તથા ચિકિત્સા શિક્ષા મામલાના મુખ્ય સચિવોને પત્ર લખીને કહ્યું કે, સામે આવ્યું છે કે અધિકૃત આરોગ્ય કર્મચારીઓની જગ્યાએ લોકો એન-95 માસ્કનો ‘અયોગ્ય ઉપયોગ’ કરી રહ્યાં છે, ખાસ કરીને તેમાં જેમાં છિદ્રયુક્ત શ્વસનયંત્ર લાગેલું છે. તેમણે આ અંગે સાવચેત કરતા કહ્યુ કે છિદ્રયુક્ત શ્વસનયંત્ર લાગેલ એન-95 માસ્ક કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ભરવામાં આવેલા પગલાંથી વિપરીત છે કારણકે તે વાયરસને માસ્કની બહાર આવવાથી નથી રોકી શક્તો. જેથી આગ્રહ કરવામાં આવે છે કે સંબંધિત લોકોને નિર્દેશ આપવામાં આવે કે ફેસ/માસ્ક કવરના ઉપયોગનું પાલન કરે અને એન-95 માસ્કના અયોગ્ય ઉપયોગને રોકવામાં આવે.