ઈ-કોમર્સની દિગ્ગજ કંપની એમઝોન ઈન્ડિયાની પેમેન્ટ સર્વિસ આર્મ એમેઝોન પેએ ગ્રાહકો માટે એક જબરદસ્ત ફીચર લોન્ચ કર્યુ છે. આ ફીચરનું નામ ગોલ્ડ વોલ્ટ રાખવામાં આવ્યુ છે. આ એક એવુ ફીચર છે જે ગ્રાહકોને ડિઝિટલ સોનું ખરીદવાની ઓફર આપે છે. Gold Vault માં ગ્રાહકોને ક્યારેય પણ સોનું ખરીદવા અને વેચવાની સુવિધા રહેશે. તે ન્યૂનતમ 5 રૂપિયાથી પણ સોનું ખરીદી શકે છે.
ગ્રાહક અમેઝોન પે પર જઇને ‘ગોલ્ડ વોલ્ટ’ના વિકલ્પ પર ક્લિક કરીને સોનું ખરીદી શકે છે. જો તમે પણ અત્યાર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારે માટે સોનેરી તક છે. દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોન ઇન્ડિયા એ પોતાના ગ્રાહકો માટે એક ખાસ સ્કીમની જાહેરાત કરી છે, જેના દ્વારા તમે ફક્ત 5 રૂપિયામાં પણ ગોલ્ડ ખરીદી શકો છો. ગોલ્ડના ભાવ આકાઅશને આંબી રહ્યા છે ત્યારે અમેઝોન ઇન્ડિયા પોતાના ગ્રાહકોને ફક્ત 5 રૂપિયામાં સોનું ખરીદવાની તક આપી રહ્યું છે.
(File Pic)
અમેઝોન પેએ ગ્રાહકો માટે ડિજિટલ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફીચર ‘ગોલ્ડ વોલ્ટ’ લોન્ચ કર્યું છે. કંપનીએ નિવેદન જાહેર કરતાં જણાવ્યું કે આ સર્વિસ માટે કંપનીએ સેફગોલ્ડના સાથે ભાગીદારી કરી છે.
યૂઝર્સ ગોલ્ડ વોલ્ટ દ્વારા ઓછામાં ઓછા 5 રૂપિયામાં ડિજિટલ સોનું ખરીદી શકો છો. અમેઝોનનું આ નવું ફીચર આવ્યા પછી કંપની પેટીએમ, ફોનપે જેવી ઘણી એપને આકરી ટક્કર અપી શકે છે. અત્યારે પેટીએમ પર લોકો ખૂબ ડિજિટલ ગોલ્ડ ખરીદવાનું પસંદ કરે છે. કંપનીએ આ પ્લેટફોર્મ પર ગ્રાહકોને સોનું ખરીદવા અને વેચવાની આઝાદી હશે. આ પહેલાં પેટીમ અને ફોનપે બંને 2017માં પોતાના પ્લેટફોર્મ પર ડિજિટલ ગોલ્ડની ઓફર શરૂ કરી હતી.