મિલ્ક પાવડર માંથી ખુબ જ સરસ બરફી બનાવી શકાય છે.જે એક વાર ઘરે બનાવો તો પછી બહાર ની બરફી ખાવાનું મન નહિ થાય.
300 ગ્રામ મિલ્ક પાવડર
150 ગ્રામ ખાંડ
1 ટે સ્પૂન ઘી
1 મોટો કપ દૂધ
2 ટી સ્પૂન એલચી પાવડર
બદામ જરૂર મુજબ
રાંધવાની સૂચનાઓ
સ્ટેપ1
એક પેન માં ઘી ગરમ કરો અને તેમાં મિલ્ક પાવડર ને ઉમેરી બરાબર મિક્સ કરી લો.
સ્ટેપ2
હવે તેમાં સહેજ ગરમ કરેલું દૂધ ઉમેરી હલાવો.ત્યાર બાદ તેમાં દળેલી ખાંડ નાખી મિક્સ કરી સતત હલાવતા રહો.
સ્ટેપ3
મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે એલચી પાવડર ઉમેરો અને હલાવો.આ મિશ્રણ પેન થી છૂટું પડી જાય એટલે ગેસ પરથી ઉતારી લો.
સ્ટેપ4
એક ટ્રે માં નીચે બટર પેપર મૂકી ને મિશ્રણ ને સેટ કરી દો.ત્યાર બાદ અડધો કલાક ફ્રીઝ માં સેટ કરવા મૂકી દો.
સ્ટેપ5
બરાબર સેટ થઇ જાય એટલે પીસ કરી લો.અને બદામ થી ગાર્નિશ કરી દો
સ્ટેપ6
આ મિલ્ક પાવડર ની બરફી ખુબ સ્વાદિષ્ટ બને છે.જેને તમે ફ્રીઝ માં આઠ થી દસ દિવસ સ્ટોર કરી શકો છો.