દિવાળી એ હિન્દુઓનો સૌથી મુખ્ય તહેવાર ગણાય છે. દિવાળીના તહેવારની સમગ્ર દેશભરમાં ધામધૂમથી ઉજવણી થાય છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 12 નવેમ્બર, 2023 રવિવારના રોજ ઉજવાશે. દિવાળીનો તહેવાર પાંચ દિવસ – ધનતેરસથી ભાઇબીજ સુધી ઉજવાય છે. આમ તો દિવાળીના તહેવારની ઉજવણી કારતક સુદ અગિયારસથી જ શરૂ થઇ જાય છે. કારતક સુદ અગિયારસને રમા એકાદશી અને બારસ તિથિને વાધ બારસ તરીકે ઉજવાય છે. ત્યારબાદ ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નૂતન વર્ષ – બેસતું વર્ષ, ભાઈ બીજ અને લાંભ પાંચમનો તહેવાર આવે છે. દિવાળીના તહેવારોમાં ધનની દેવી લક્ષ્મી માતા, આરોગ્યના દેવતા ધન્વંતરિ, ઉગ્ર દેવતાઓ, શારદા પૂજન કરવાની પરંપરા છે. આ વખતે પણ પડતર દિવસ છે. વર્ષ 2023માં ધનતેરસ, દિવાળી અને લાંભ પાંચમનો તહેવાર ક્યારે ઉજવાશે અને પૂજાના શુભ મુહૂર્ત જાણો.
ધનતેરસ – ધન્વંતરિ પૂજન : 10 નવેમ્બર, 2023, શુક્રવાર (Dhanteras 2023 Puja Vidhi Muhurat Time)
આસો વદ 13ને ધનતેરસ તરીકે ઉજવાય છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી માતા, શ્રીયંત્ર અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવતાઓના આયુર્વેદ દેવ ધન્વંતરિની પણ પૂજા કરાય છે. આ દિવસને ધનત્રયોદશી પણ કહેવાય છે. ધનતેરસના દિવસે વેપારીઓ નવા વર્ષના હિસાબ કિતાબના ચોપડા ખરીદે છે. આ દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે.
ધનતેરસ, ધન્વંતરિ અને ચોપડા પૂજનના શુભ મુહૂર્ત (Dhanteras 2023 Shubh Muhurat Time)
શ્રેષ્ઠ મુહૂર્ત : સવારે 6.40 થી 11.00 વાગે સુધી
બપોરે : 12.31 થી 13.50 વાગે સુધી
સાંજે : 17.00થી 23.00 વાગે સુધી
રાત્રે : 21.30 થી 23.00 વાગે સુધી
કાળી ચૌદશ – રૂપ ચૌદશ : 11 નવેમ્બર, 2023, શનિવાર (Kali Chaudas 2023 Puja Vidhi Muhurat Time)
આસો વદ 14ના દિવસે કાળી ચૌદશ ઉજવાય છે. કાળી ચૌદશે તંત્ર-મંત્ર વિધા શિખવા અને સિદ્ધ કરવા માટે સૌથી મહત્વ દિવસ મનાય છે. આ દિવસે મહાકાળી માતા, કાળ ભૈરવ, હનુમાનજી દેવા ઉગ્ર દેવતાઓની રાત્રે પૂજા- અરાધના કરવામાં આવે છે. કાળી ચૌદશને રૂપ ચૌદશ પણ કહેવાય છે. આ દિવસે સ્ત્રીઓ આંખમાં કાજળ આંજીને સોળ શણગાર સજી તૈયાર થાય છે. કાળી ચૌદશના દિવસે ઘરમાંથી કંકાશ કાઢવાનો રિવાજ છે. કાળી ચૌદશના દિવસે અડદાના વડા બનાવીને ચાર રસ્તા પર મૂકવામાં આવે છે. કાળી ચૌદશની રાત્રે મોટાભાગના લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે. કાળી ચૌદશના દિવસે ગુજરાતના ગાંધીનગર નજીક મહુડી ખાતે ઘંટાકર્ણ મહાવીરની વિશેષ પૂજા – હવનનું આયોજન કરવામાં આવે છે.
દિવાળી, લક્ષ્મી પૂજન, શારદા પૂજન : 12 નવેમ્બર, 2023, રવિવાર (Diwali 2023 Puja Vidhi Muhurat Time)
આસો વદ અમાસના રોજ દિવાળીનો તહેવાર ઉજવાય છે. દિવાળી એ હિન્દુઓનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. એવું કહેવાય છે કે, આ દિવસે ત્રેતાયુગમાં ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પરત ફર્યા હતા. દિવાળીના દિવસે લક્ષ્મી માતાની સાથે શ્રીયંત્ર તેમજ શારદા પૂજન કરવાની પરંપરા છે. જેમાં માતા લક્ષ્મીજીની સાથે સાથે ગણેશજી અને સરવસ્તી માતાની પૂજા કરવામાં આવે છે. દિવાળીની રાત્રે ઘરની બહાર દિપ પ્રગટાવવામાં આવે છે. ફટાકડા ફોડવામાં આવે છે. ઘરે વિવિધ પ્રકારના પકવાન અને મિષ્ઠાન બનાવવામાં આવે છે.
દિવાળામાં લક્ષ્મ પૂજન અને શારદા પૂજનના શુભ મુહૂર્ત (Diwali 2023 Shubh Muhurat Time)
શુભ મુહૂર્ત : બપોરે 2.20થી 3.50 વાગે સુધી
સાંજે : 18.00 થી 19.30 વાગે સુધી
રાત્રે : 19.31થી 21.00 વાગે સુધી
રાત્રે : 21.01થી 22.30 વાગે સુધી
રાત્રે : 2.00થી 3.30 વાગે સુધી
ધોકો, પડતર દિવસ : 13 નવેમ્બર, 2023 સોમવારે
સામાન્ય રીતે દિવાળી બાદના દિવસે નવુ વર્ષે એટલે બેસતું વર્ષ ઉજવાય છે. પરંતુ કેટલીક વાર દિવાળીના બે દિવસ બાદ નૂતન વર્ષ ઉજવાય છે. આમ દિવાળી અને નૂતન વર્ષના દિવસને ધોકો અથવા પડતર દિવસ કે ખાલી દિવસ કહેવાય છે. આ વખતે 13 નવેમ્બર, 2023ના રોજ પડતર દિવસ છે. આ થવા પાછળનું કારણ એ છે કે ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળાને આધારે એટલે કે તિથિઓ પર આધારિત હોય છે. સામાન્ય રીતે પડતર દિવસે શુભ કાર્ય કરવું વર્જિત છે.
નૂતન વર્ષ, બેસતું વર્ષ, ગોવર્ધન પૂજા, અન્નકુટ : 14 નવેમ્બર, 2023, મંગળવારે (New Year 2023 Puja Vidhi Muhurat Time)
દિવાળીના પછીના દિવસે નૂતન વર્ષ ઉજવાય છે. આ દિવસથી નવા વિક્રમી સંવતની શરૂઆત થાય છે. નૂતન વર્ષ હિન્દુ પંચાગના પ્રથમ મહિના કારતક સુદ એકમના દિવસે ઉજવાય છે. તેને બેસતું વર્ષ પણ કહેવાય છે. આ દિવસે ઘણા વેપારીઓ નવા વર્ષનું મુહૂર્ત કરતા હોય છે. મંદિરોમાં ભગવાનને અન્નકુટ ધરવામાં છે. આ દિવસે ગોવર્ધન પૂજા પણ કરવામાં આવે છે.
નૂતન વર્ષના શુભ મુહૂર્ત (New Year 2023 Shubh Muhurat Time)
સવારે : 11.00થી 12.30 વાગે સુધી
બપોરે : 12.31 થી 14.00 વાગે સુધી
અભિજિન મુહૂર્ત : સવારે 11.44થી 12.26 વાગે સુધી
ભાઇ બીજ , યમદ્વિતીયા : 15 નવેમ્બર, 2023 બુધવારે
કારતસ સુદ બીજના દિવસે ભાઈબીજનો તહેવાર ઉજવાય છે. ભાઈબીજ એ ભાઇ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. ભાઈબીજના દિવસે ભાઈ પરિણીત બહેનના ઘરે જમવા જાય છે અને ભેટ-સોગાંદ આપે છે. ભાઈ બીજના દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. આ દિવસનો સંબંધ મૃત્યુના દેવતા યમરાજા અને તેમની બહેન યમુના સાથે પણ જોડાયેલો છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર, કારતક સુદ બીજના દિવસે યમરાજે તેમની બહેન યમુનાને ઘરે ભોજન કર્યુ અને અને બે વરદાન આપ્યા હતા. એક તો દર વર્ષે આજના દિવસે દરેક ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે. બીજુ વરદાન એ આપ્યું હતુ કે આજના દિવસે કોઈપણ ભાઈનું અપમૃત્યુ નહી થાય. જે ભાઇ ભાઇબીજના દિવસે પોતાની બહેનને ત્યા જમશે તે નરકનુ બારણું નહીં જુએ. ભાઇ રોગી હોય્,અથવા તો બહેનના ઘરે જવાનુ ના બને તો આ ભાઇબીજની વાર્તાનું સ્મરણ કરનારને પણ ભોજન કર્યા જેટલુ જ ફળ મળે છે. એવી માન્યતા રહેલી છે.
લાભ પાંચમ, જ્ઞાન પંચમી, પાંડવ પંચમી : 18 નવેમ્બર, 2023, શનિવાર
કારતસ સુદ પાંચના દિવસે લાભ પાંચમ ઉજવાય છે. આ દિવસે વેપારીઓ, દુકાનદારો નવા વર્ષે વેપાર-ધંધાના શુભ મુહૂર્ત કરે હોય છે. આ દિવસને જ્ઞાન પંચમી પણ કહેવાય છે.
લાભ પાંચમના શુભ મુહૂર્ત
સવારે : 8.00થી 9.30 વાગે સુધી
બપોરે : 12.30 થી 17.00 વાગે સુધી