ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસની મહામારીના કારણે હાહાકાર મચ્યો છે. ત્યારે કોરોના મહામારીને લઈને જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યાર થી Divyaroshni વડોદરા ગ્રુપ દ્વારા અનોખી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. લોકડાઉનના પ્રથમ ગાળામાં divyaroshni વડોદરા ગ્રુપ દ્વારા જરુરીયાતમંદ પરિવારોને દરરોજ ૮૦૦ થી ૧૦૦૦ માણસોને બે ટાઈમ જમવાનું આપવામાં આવ્યું હતું.
માત્ર સાદુ ભોજન નહીં પણ અવનવી વાનગીઓ પણ બનાવીને જરુરીયાત મંદ લોકોને પીરસવામાં આવી હતી..જોકે વડોદરાના વિવિધ વિસ્તારોમાં કોરોનાના કેસ વધવાના કારણે શહેર પોલીસ કમિશનર અને કલેક્ટરના આદેશ મુજબ સેવાકીય કાર્યો બંધ કરાવામાં આવ્યા હતા.
જોકે તેમ છતાં આ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવી અને જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શન બાદ અનાજની કીટ આપવાનું આયોજન શરુ કરવામાં આવ્યુ. અત્યાર સુધી ૬૦૦ થી વધુ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ lockdown દરમ્યાન વધુમાં વધુ ગરીબ જરૂરિયાતમંદને આનો લાભ મળે એવા પૂરા પ્રયત્નો દીવ્યરોશની વડોદરા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આ બધી પ્રવુતિમાં દાતાઓનો ઘણો મોટો સહયોગ મળ્યો છે.. અત્યાર સુધી ૬૦૦૦થી વધુ લોકોએ એનો લાભ લીધો છે..મહત્વનું છે કે, આ ગ્રુપનું મુખ્ય કાર્ય એજ્યુકેશનનું છે જેમાં દરરોજ ૧૦૦થી પણ વધારે ગરીબ શ્રમ જીવીઓના બાળકોને દિવસમાં બે ટાઈમ શિક્ષણ આપવામાં આવે છે.
ઉપરાંત તેમને બે ટાઈમ નાસ્તો આપવામાં આવે છે જેમાં પણ અમને વિટામિન પ્રોટીન નું પૂરતું પોષણ મળે તેનું પૂરું ધ્યાન રાખીને ઘરે થી બનાવેલો નાસ્તો આપવામાં આવે છે… આપને જણાવી દઈએ કે, આ ગ્રુપનો ધ્યેય એ છે કે બાળકો ભારતનું ભવિષ્ય છે અને તેમનું આગળ વધવું ખૂબ જરૂરી છે.. સારા પરિવાર ના બાળકો તો આગળ વધવાના જ છે પણ ગરીબ અને જરુરીયાતમંદ પરિવારના બાળકોને કોણ આગળ લાવશે તે માટે આ ગ્રુપ ૨૦૧૫થી આજરોજ સુધી કાર્યરત છે જેની શરૂઆત કેશુબેન ચૌહાણ દ્વારા કરવામાં આવી છે..