પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રમતગમત કચેરી પાલનપુર તથા ડીસેબલ યુથ ફાઉન્ડેશન દ્વારા સ્પેશિયલ દિવ્યાંગ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા લેવલે કુલ ૪ ટીમ બનાવવામાં આવી હતી. જે ટીમ પ્રથમ નંબરે આવશે તે રાજ્ય કક્ષાએ રમવા જશે. દિવ્યાંગ ક્રિકેટ ટીમના કોચ એટલે કે મેનેજર કપિલ ચૌહાણે ચાર ટીમને માર્ગદર્શન પૂરું પાડી રાજ્ય તથા નેશનલ લેવલે વિજેતા બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા પ્રાંત અધિકારી ડીસેબલ યુથ ફાઉન્ડેશન પાલનપુરના પ્રમુખ બાબુભાઈ કાંકરેજા, બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ ભગાજી વિસાતર, ખોડલા પ્રાથામિક શાળાના શિક્ષક બકુલચંદ્ર વી.પરમાર, બનાસકાંઠા જિલ્લા ટીમના કોચ અને પત્રકાર કપિલ એસ.ચૌહાણે ઉપસ્થિત રહી દિવ્યાંગ ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરી હતી. આ સમગ્ર આયોજન ડીસેબલ યુથ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -