તુલસી વિવાહ નિમિતે વર્ષોથી તુલસીનું પૂજન કરવાની પરંપરા છે. ત્યારે મોરબીમાં લોકોને તુલસી વિવાહ નિમિતે તુલસીનું પૂજન કરવા માટે વિના મૂલ્યે રોપા મળી રહે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા તુલસીના રોપાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 3 કલાકમાં જ 900 થી વધુ તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પાલિકાના સહયોગથી થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મોરબીમાં તુલસી વિવાહ નિમિતે લોકોને તુલસીના પૂજન માટે વિના મૂલ્યે તુલસીના રોપા મળી રહે અને તુલસીના રોપાનું વાવેતર માટે જનજગૃતિ આવે તેવા હેતુસર મોરબી મયુર નેચર કલબ, વન વિભાગ મોરબી અને ટંકારા, તેમજ મોરબી અપડેટના સંયુક્ત ઉપક્રમે શનાળા રોડ રામચોક પાસે વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -