સમગ્ર દેશમાં કોરોના વાયરસના લીધે લોકડાઉન થઈ જવાથી રોજનું કમાઈને જીવન ચાલવતા લોકોના ધંધા રોજગાર બંધ થઈ જતા મુશ્કેલીમાં મુકાયા છે. આ લોકડાઉનમાં ગરીબ લોકો માટે સરકાર અને સેવાભાવી સંસ્થાઓ પણ સામે આવી છે. પરંતુ મધ્યમ વર્ગના લોકો કોઈ પણ સંસ્થાઓ સામ હાથ લંબાવતા શરમાઈ રહ્યા છે.
ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરના મધ્યમ વર્ગ માટે યુવા પત્રકાર એસોશિએશન આગળ આવ્યું છે, ધાનેરાના યુવા પત્રકાર એસોસિએશનના પત્રકારો દ્વારા મધ્યમવર્ગ માટે કિટો બનાવવામાં આવી છે.
ત્યારે ધાનેરાના યુવા પત્રકાર એસોસિએશન દ્વારા કીટો મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકોના ઘરે આપવામાં આવી રહી છે.મહત્વનું એ છે કે, જે લોકોને કીટોમાંથી મદદ કરવામાં આવી તેમના એક પણ ફોટો પાડવામાં આવ્યા ન હતા.