રાજુલાના ડોળીયામા ગ્રામપંચાયત દ્વારા રોગપ્રતિરોધક હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયુ કરવામાં આવ્યું હતું. મહત્વનુ છે કે, હાલ ગુજરાત સહિત સમગ્ર વિશ્વ જયારે કોરોના મહામારી સામે એક કોરોના યોદ્ધાની જેમ લડી રહયુ છે.
ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની ડોળીયા ગ્રામપંચાયત દ્વારા ડૉ.શૈલેષ જીંજાળાના સહયોગથી મળેલી રોગપ્રતિરોધક હોમિયોપેથીક દવાનુ સમગ્ર ગામમા ઘરે ઘરે જઈને વિતરણ કરી કોરોના મહામારીથી બચાવી આખા ગામને કોરોનાથી મુક્ત રાખવા માટેના સુંદર પ્રયત્નો કરવામાં આવી રહયા છે.
ગામના આહિર યુવા પ્રમુખ ગોપાલભાઈ જીંજાળા, સરપંચ ચંપુભાઇ ભુકંણ, ઉપસરપંચ બીજેપી મહામંત્રી ધીરુભાઈ નકુમ, ગામના આગેવાન કનુભાઈ પોપટ સહિતના તમામે સાથે મળી ગામને કોરોના મુક્ત રાખવા માટેના પ્રયત્નો કરવામા આવી રહયા છે. તેમજ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડૉ. હિમા હડિયા દ્વારા ગામલોકોના આરોગ્યની સારી સાર-સંભાળ રાખવામા આવી હતી.