લોકોમાં ધાર્મિકતાનો સંચાર થાય અને ઘર ઘર સુધી ભાગવત ગીતાનો સંદેશો પ્રસરે તેવા હેતુથી પાલનપુરની એક સેવાભાવીસંસ્થા દ્રારા ગત શ્રાવણ માસમાં પાંચ હજાર ભાગવત ગીતાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જે બાદ હવે ડીસાનાઘુડિયા કોટ ઇન્દીરાનગરના અંતિમધામ ખાતે મૃતકના પરિવારોને સૌપ્રથમ વાર દીકરીને સ્મશાન ગૃહમાં પ્રવેશ આપી વિના મૂલ્યેભાગવત ગીતાનું વિતરણ કરવાની અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં જનસેવાના કાર્યોમાં અગ્રેસર પાલનપુરના પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશ ટ્રસ્ટ ઘ્વારા ઘર ઘર સુધી ભાગવત ગીતાની જ્ઞાન વહેતુ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જેમાં અગાઉ શ્રાવણ માસમાં વિનામૂલ્યે ભાગવત ગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું જે બાદ સંસ્થાના પ્રમુખ કમલેશભાઈશાહ અને હીરાભાઈ પઢીયાર અને યજ્ઞત જોષીને વિચાર આવ્યો કે કોઈ પરીવારમાં કોઈ વ્યક્તિનું નિધન થાય ત્યારે આખો પરિવાર શોક ગ્રસ્ત બની જતો હોય છે
ત્યારે આ શોકના સમયે મૃતકના પરીવાર જનો ભાગવત ગીતાનું વાંચન કરી શોક હળવોકરી શકે તે માટે તેમને વિનામૂલ્યે ભાગવત ગીતા પહોંચાડવાનું નો નિર્ણય કરી પાલનપુર અંતિમ ધામ બાદ મંગળવારે ડીસાનાઇન્દીરાનગર ખાતે આવેલ ઘુડિયા કોટના અંતિમ ધામ ખાતે મૃતકના પરિવાર જનોને માલગઢની યુવતી રોશની સોલંકી (માળી) ને સૌપ્રથમ પ્રવેશ આપી વિનામૂલ્યે ભગવતગીતાનું વિતરણ શરૂ કરવાનું ભગીરથ કાર્ય શરૂ કરાયું છે જોકે આગામી સમયમાં ડીસા
અને સિદ્ધપુરના મુક્તિધામ ખાતે પર આ પ્રકારે નિઃશુલ્ક ભાગવત ગીતાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અત્રેઉલ્લેખનીય છે કે આ સેવાભાવી સંસ્થા ધ્વારા કોરોના કાળમાં પાલનપુર, સિદ્ધપુર, અમદાવાદ અને વડોદરાના સ્મશાનમાથી 650 જેટલા કોરોના મૃતકોની અસ્થિનું હરિદ્વારની હરકી પેડી ખાતે ગંગાજી ના પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવ્યું છે