મહેસાણાના ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના આદેશ મુજબ મહેસાણા શહેર ભાજપ દ્વારા મહેસાણા શહેરના ૧૧ વોર્ડમા ત્રણથી પાંચ દિવસ સળંગ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ચાલુ થયું છે. હાલના સંજોગો જોતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા શહેરની જનતાની કાળજી માટે સવારે 4:30થી ઉકાળો બનાવવાની શરૂઆત શહેરના અલગ અલગ વિસ્તારમા કરવામાં આવે છે. સવારે 8:00 વાગ્યા સુધી 11 વોર્ડમા થઈને રોજ 7000થી વધુ લોકો લાભ લઈ રહ્યા છે. ફરજિયાત માસ્ક પહેરવું અને સોસીયલ ડીસ્ટંસ જાળવી એક સોસાયટીના પ્રતિનિધિ પોતાની સોસાયટી માટે સંખ્યા મુજબ ઉકાળો ધાતુના વાસણમાં લઈ જાય છે.
દરેકને કેટલી માત્રામા ઉકાળો આપવો કેટલા દિવસ આપવો તેની સુચના પણ આપવામાં આવે છે. આખા શહેરના એક પણ નાગરિક ઉકાળા વગર રહી ન જાય તેનું ધ્યાન શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ, નગરપાલીકા પ્રમુખ નવિનભાઈ પરમાર, મહામંત્રી જનક બ્રહ્મભટ્ટ, મુકુંદ પટેલ, પુર્વ પ્રમુખ કૌશીકભાઈ વ્યાસ, રશ્મિનભાઈ પટેલ નગરપાલીકા કોર્પોરેટરો તથા યુવા મોર્ચાના અને મહીલા મોર્ચાના કાર્યકરો રાખી રહ્યા છે.