પંચમહાલના કાલોલના ચલાલી ગામે તલાટી કમ મંત્રી ગેરહાજર રહેતા હોવાનો અસંતોષ ગ્રામ પંચાયતકચેરીના દરવાજે દેખાયો. કાલોલ તાલુકાના ચલાલી ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યાઓથી ત્રસ્તપ્રજાજનોની સમસ્યાઓ હલ કરવાના બદલે સતત ગેરહાજર રહેતા તલાટી કમ મંત્રી સામે ઉભા થયેલાઆ જાહેર અસંતોષમાં કોઈક સ્થાનિક રહીશો દ્વારા ચલાલી ગ્રામ પંચાયત કચેરીના દરવાજા ઉપર તલાટીકમ મંત્રી ગેરહાજર છે.અને ચાર મહિનાઓથી આવતા નથી ના લખાણનો કાગળ ચોંટાડીને આ વિડીયોસોશિયલ મિડીયામાં સંદેશ સાથે વાયરલ થતા કાલોલ તાલુકા પંચાયતની ટીમે આજરોજ ચલાલી ગામેદોડી આવીને ગ્રામ પંચાયત કચેરી બહાર સ્થાનિક રહીશો સાથે સંવાદ કરતી બેઠક યોજી હતી. એમાંતલાટી કમ મંત્રીની સતત ગેરહાજરીના અસંતોષ સંદર્ભમાં પૂછપરછો અને ચર્ચાઓ થઈ હોવાનું કહેવાય છે.
જો કે તલાટી કમ મંત્રી ગેરહાજર રહેતા હોવાની આ કાગળ ચોંટાડવા સંદર્ભમાં ચલાલીના સરપંચરમણભાઈ એ ટેલીફોનિક વાતચીતમાં કહ્યું હતું કે તલાટી કમ મંત્રી રેગ્યુલર આવે છે.અને વહીવટીકામગીરીઓ અટકતી નથી આ તો કોઈ વિઘ્નસંતોષીઓનું રાજકીય અદાવતનું કાવતરું હોઈ શકે.!!આકરી ગરમીમાં પીવાના પાણી માટે વલખાં મારતા ગ્રામજનોની દયનિય અવસ્થાઓથી ત્રસ્ત બનીગયેલા ચલાલીના ગ્રામજનોની સમસ્યાઓ દૂર કરવાના બદલે સતત ગેરહાજર રહેવાના તલાટી કમમંત્રી સામે ઉભો થયેલો આ અસંતોષ ચલાલી ગ્રામ પંચાયત કચેરીના દરવાજા સુધી પહોંચીને સતતગેરહાજર રહેતા હોવાના હાથથી લખેલો સંદેશ સોશિયલ મિડીયામાં વાયરલ થતા કાલોલ પંચાયતનીટીમ ચલાલી તો દોડી આવી છે.પરંતુ કાયદેસર કાર્યવાહીઓ શુ કરશે.? આ પણ ચર્ચાઓ ઉભી થવા પામી છે.