બનાસકાંઠા થરાદના નાગલા ગામમાં પાણીના નિકાલ મામલો હવે ધીમે ધીમે તુલ પકડી રહ્યો છે. જેને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે નહીં આવે તો ગાંધી ચિધ્યા માર્ગે જવાની ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી છે. ગામમાં ચોમાસું વરસાદી પાણીનો નિકાલ થતો નથી. મહત્વનું છે કે, નર્મદાની મુખ્ય કેનાલ નાગલા ગામને અડીને નીકળી છે જેના કારણે પાણીનો સોર્સ થતો નથી અને જીરો લેવલ પર પાણીનું તળ આવી ગયું છે અને ગામ તળમાં પાંચ મોટા તળાવ આવેલ છે જે બારેમાસ ભરેલા રેહતા હોવાથી પાણીનો કોઈ નિકાલ થતો નથી. ખેડૂતોના ખેતરોમાં ખરાશ આવી ગઇ છે ખેડૂતોના ખેતરો પાણીથી ભરેલા રહે છે જેના કારણે ખરાશ આવતાં ખેતરોમાં કંઈ પાક પણ થતો નથી જેના કારણે ગામના ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે. જો ગામ તળમાં આવેલ તળાવોના પાણીનો નિકાલ પાઇપલાઇન દ્વારા કરવામાં આવે તો આ કાયમી ઉકેલ થઇ શકે તેમ છે. જો પાણીનો નિકાલ દસ દિવસમાં નહીં કરવામાં આવે તો ખેડૂતો દ્વારા ગાંધી ચિધ્યા માર્ગે જવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -