હાલ સમગ્ર દુનિયા કોરોન વાયરસથી છુટકારો મેળવવા મથી રહી છે. એવામાં વૈજ્ઞાનિકોએ કોરોનાથી પણ ઘાતક વાયરસ અંગે ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા જણાવ્યું છે કે, દુનિયાભરમાં ડિસીઝ એક્સ નામની મહામારી આગામી સમયમાં સામે આવી શકે છે જેના કારણે કરોડો લોકોના મોત થઈ શકે છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ રોગ ઇબોલા વાયરસ જેવો જીવલેણ સાબિત થઈ શકે છે. હેલમહોલ્ટ્ઝ-સેન્ટરના ડો.જોસેફ સેટલે કહ્યું, કે “પ્રાણીની કોઈપણ જાતિ રોગનું કારણ બની શકે છે.” જો કે, ઉંદર અને ચામાચીડિયા જેવી પ્રજાતિઓ વધુ હોય ત્યાં રોગના સ્ત્રોતની સંભાવના વધારે છે. તેમણે કહ્યું કે તે પ્રજાતિઓની અનુકૂલનક્ષમતા પર આધારીત છે.