દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓમાં વ્લાદિમીર પુતીનની ગણના થાય છે. રશિયાની ગુપ્તચર સંસ્થા કેજીબીનો ભાગ રહ્યાં છે. 80ના દાયકામાં ભારતીય જાસુસ એજન્સી રો રૂસની કેજીબીમાં કેટલાક પગલા આગળ નીકળી ગઈ હતી. એક નવા પુસ્તક RAW, history of Indies covert operationsમાં તેનો ખુલાસો થયો છે.
RAW ના સિક્રેટ મિશનને લઈ ખુલાસો
તેના લેખક યતીશ યાદવ છે જેણે રોના એક સિક્રેટ મિશનને લઈને મોટો ખુલાસો કર્યો છે. પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે 80ના દશકમાં ભારતીય જાસૂસ એજન્સી રૉએ રશિયાના 2 લોકોને પોતાના સીક્રેટ એજન્ટ બનાવી લીધા હતા. રૉના આ બંને સીક્રેટ એજન્ટ્સને સમયની મિખાઇલ બોર્બાશેવ કેબિનેટમાં વિદેશ મંત્રી રહેલા એડવર્ડ એમ્બ્રોસિએવિચ શેવાર્ડનાડ્જે અને રશિયાના વર્તમાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી નજીકનું કનેક્શન હતુ.
(File Pic)
કોડનેમ અંગે પણ કરી વાત
આ પુસ્તકમાં યતીશ યાદવે રૉના એક ઑફિસર અશોક ખુરાના (કોડનેમ) વિશે જણાવ્યું છે, જેમણે લગભગ એક દશક સુધી ચાલેલા સીક્રેટ ઑપરેશન માટે સોવિયતના 2 જાસૂસોને તૈયાર કર્યા હતા. આ પુસ્તકમાં રોના એક ઓફિસર અશોક ખુરાના વિશે જણાવ્યું છે કે, જેણે લગભગ એક દાયકા સુધી ચાલેલા સિક્રેટ ઓપરેશન માટે સોવિયતના બે જાસુસને તૈયાર કર્યાં હતાં. પુસ્તકમાં કોઈ પણ વ્યક્તિ વિશેષનું અસલી નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. તમામને કોડનેમ આપવામાં આવ્યા છે. તેમ છતા યાદવે લેખક તરીકે પુસ્તકમાં જે સંકેત આપ્યા છે તે એ સમજવા માટે પુરતા છે કે આમાંથી એક જાસૂસ એડવર્ડ શેવાર્ડનાડ્ઝેનો ભાઈ હતો, જ્યારે રૉ માટે કામ કરનારી બીજી જાસૂસ વ્લાદિમીર પુતિનની ગર્લફ્રેન્ડ હતી. આની શરૂઆત નવેમ્બર 1988માં થઈ હતી, જ્યારે સોવિયત યૂનિયનના રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાશેવ ભારત પ્રવાસે આવ્યા હતા. આ પ્રવાસને લઇને યાદવ લખે છે કે, ‘રૉના અશોક ખુરાનાની મુલાકાત એલેક્ઝેન્ડ્રે નામના વ્યક્તિ સાથે થઈ હતી. તેઓ રશિયાના એક મોટા નેતાના ભાઈ હતા, જેઓ આ પ્રવાસ પર ગોર્બાશેવની સાથે ભારત આવ્યા હતા.’ આ પ્રવાસ પર ગોર્બાશેવની સાથે તેમના વિદેશ મંત્રી એડવર્ડ શેવાર્ડનાડ્ઝે સાથે હતા.
પુતિન સાથે શું છે કનેક્શન ?
યાદવે પોતાના પુસ્તકમાં અનાસ્તાસિયા કોર્કિયાના જે બોયફ્રેન્ડનો ઉલ્લેખ કર્યો હતો તે એફએસબીના કોઈ મોટા પદ ઉપર હતો જેને 2000માં પ્રમોટેડ થતા પહેલા 1999માં રશિયાના મુદ્દાનું સંચાલન કર્યું હતું. આ સમય સીમા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કરિયર સાથે ઘણી મળે છે. પુતિન 1998-99માં એફએસબીના પ્રમુખ હતાં. વર્ષ 1999માં રશિયાના પ્રધાનમંત્રી બન્યા અને 2000માં રાષ્ટ્રપતિનો પદભાર સંભાળ્યો.