ટીકટોક કે જે છેલ્લા કેટલાક સમયથી ભારતની અંદર યુવાનોમાં ખૂબ જ પોપ્યુલર બન્યુ છે. જેમાં શોર્ટ વિડિઓ બનાવવામાં આવે છે. ભારતીય સરકાર ના પ્રાઇવસી અને કન્ટેન્ટને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે અને તેના પર પોસ્ટ કરવા માં આવતા ખરાબ કન્ટેન્ટ સામે અમુક પગલાંઓ લીધા છે. જોકે તેમ છતાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ટિકટોકના નામે છેડતી કરવામાં આવતી હોવાના પણ બનાવ સામે આવ્યા છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે. જ્યાં ડીસા ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ ટિકટોક વીડિયોના બહાને વિદ્યાર્થીનીઓને હેરાન કરતા હોવાનું સામે આવ્યુ છે. કોલેજના જ ત્રણ જેટલા વિદ્યાર્થીઓએ જોકર જેવા લૂક સાથે ટિકટોક વીડિયો બનાવ્યો હતો અને કોલેજની વિદ્યાર્થીનીઓ પાછળ ભાગ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ કોલેજ જતી વિદ્યાર્થીનીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -