પોતાના માલિક સાથે સોફા પર બેઠેલો આ મહાકાય કુતરો જોઈને સૌ કોઈ ડરી જાય તે સ્વાભાવિક છે. કુતરા પાળવાનો શોખ ઘણા લોકોને હોય છે. . સમગ્ર દુનિયામાં કુતરાઓની હજારથી વધુ જાતિ છે. એવામાં દરેક વ્યક્તિ પોતાની પસંદગી મુજબ કુતરા પાળતા હોય છે. આપને એ પણ જાણવાની ઇચ્છા હશે કે દુનિયાનો સૌથી મોટો કુતરો છે કોણ?
તો ચાલો જાણીએ એ મહાકાય કુતરા વિશે. યુકેમાં રહેતી ક્લેરી સ્ટોનમેન પાસે દુનિયાનો સૌથી ઊંચો કુતરો છે. જેનું નામ ફ્રેડી છે, આ કુતરો ગ્રેટ ડેન જાતિનો છે.
જેની ઊંચાઈ 7 ફૂટ 6 ઈંચ છે અને વજન આશરે 92 કિલો છે. આ કુતરાની માલકિન ક્લેરીના જણાવ્યા મુજબ, ફ્રેડીના ખોરાક અને સારસંભાળ માટે વર્ષે 12,500 પાઉન્ડ (આશરે 11 લાખ 91 હજાર)નો ખર્ચ થાય છે. ફ્રેડીનું નમ ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ કરવામાં આવ્યું છે.