હાલમાં જ સમગ્ર ભારત દેશમાં ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 5 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે આપણે એક એવા શિક્ષક વિશે જાણીએ કે જેઓ અમદાવાદ શહેરની શ્રી વી આર શાહ સ્મૃતિ આદર્શ પ્રાથમિક શાળાના શિક્ષક સુપરવાઈઝર તેમજ શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમીના સંચાલક શ્રી ધવલભાઈ વાળા છેલ્લા દસ વર્ષથી શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા છે. વિદ્યાર્થીઓનો ખુબ પ્રેમ અને તેમની સફળતા એ આ શિક્ષકની કારકિર્દી તરીકેની સાચી સફળતા છે. ધવલભાઈ વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીમય બની તેમને શિક્ષણ આપવું અને તેની સાથે વિદ્યાર્થીઓને જે પ્રવ્રુતિમાં રસ હોય તે તમામ પ્રવ્રુતિમાં વિદ્યાર્થીઓને રસ લેતા કરે છે. એટલે કે વિદ્યાર્થીઓને માત્ર પોથી પંડીત ન બનાવતા તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને આ શિક્ષક ખીલવે છે.
વિદ્યાર્થીઓ રજા ના દિવસે અને રવિવારે પણ આ શિક્ષકની સાથે એટલા જ પ્રેમથી જાય છે એટલે કે એક પણ દિવસ વાર તહેવાર હોય કે કોઈ ખાસ ઉજવણી નો દિવસ હોય ધવલસર અને તેમના વિદ્યાર્થીઓ સાથે જ હોય અને કંઈક નવી પ્રવૃત્તિ કરતા જ જોવા મલે.એક પણ દિવસ વિદ્યાર્થીઓ ને શિક્ષક વગર અને શિક્ષક ને વિદ્યાર્થીઓ વગર ચાલતું નથીધવલસર વિદ્યાર્થીઓ ની તમામ જરુરીયાત પુરી કરે છે.દર વર્ષે નિ: શુલ્ક નોટબુક ચોપડાનું વિતરણ કરવું, વિદ્યાર્થીઓ ને વાંચનમાં રસ લેતા કરવા વિવિધ પુસ્તકો ભેટમાં આપવી, કોમ્પ્યુટર વિષયની નિ: શુલ્ક તાલીમ આપવી,બહાર પ્રાકૃતિક વાતાવરણ માં લઇ જઈ કુદરત સાથે નો નાતો જોડી વિદ્યાર્થીઓ ને કુદરતી વાતાવરણ સાથે જોડવા,તે ઉપરાંત વ્રુધ્ધાશ્રમની મુલાકાત,અનાથ આશ્રમ ની મુલાકાત,હેરીટેજ સ્થળ ની મુલાકાત કરાવી વિદ્યાર્થીઓ ના જ્ઞાન માં વધારો કરવો.
સતત વિદ્યાર્થીઓ નું હિત વિચારી વિદ્યાર્થીઓ ના ભવિષ્ય માટે સતત ચિંતિત અને તે માટે ખાસ મોટીવેશન સેમીનાર નું આયોજન,કારકીર્દિ માર્ગદર્શન સેમીનાર, વિવિધ કોલેજ,ઈન્સ્ટીટયુટ,એકેડેમી ની મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપવામાં આવે છે. વર્ષ દરમિયાન જે તે વિષય માં સારા ગુણ લાવનાર વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવે છે એવોર્ડ ફંકશન નું પણ ખાસ આયોજન કરી તેજસ્વી વિદ્યાર્થી ઓને મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવે છે. ખાસ જણાવતા આનંદ થાય કે સદર સંસ્થા ના શિક્ષક ધવલસર અને તેમના તેજસ્વી વિદ્યાર્થીઓની સાથે ગુજરાત રાજ્યના મહામુનીમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબે શુભેચ્છા મુલાકાત રાજભવન ખાતે આપેલ તે ગૌરવની વાત છે.
સદર શિક્ષક શ્રી ધવલસર નું પણ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે નો અનોખો પ્રેમ આ શિક્ષક દિને જોવા મલતા આનંદ થાય છે.