ગુજરાત સહિત જિલ્લાઓમા ચોમાસુ બેસી ગયુ છે ત્યારે સાબરકાંઠા મા પણ છેલ્લા બે દિવસ થી મેધરાજા ની એન્ટ્રી જોવા મળી રહી છે ત્યારે પ્રાંતિજ સહિત તાલુકામા મોસમનો પહેલો વરસાદ ગાજવીજ તેજ પવન સાથે મોટા ફોરે ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી તો વરસાદ પડતા ધરતી પુત્રો સહિત નગરજનો તથા તાલુકાના લોકોમા ખુશી જોવા મળી હતી
તો અસહ્ય ગરમી ઉકળાટ બાદ તેજ પવન સાથે મેધરાજા નુ આગમન થતા અસહ્ય ગરમી થી લોકો ને રાહત થઈ હતી અને વાતાવરણ મા પણ ઠંડક પ્રસરીજવા પામી હતી તો માત્ર અડધો ઈંચ વરસાદ ને લઈ ને પ્રાંતિજ ની હરીઓમ પાર્ક સોસાયટી , પાંચ બંગલા સોસાયટી સહિત નીચાણ વાળા વિસ્તારો મા વરસાદી પાણી ભરાઈ જતા પ્રાંતિજ પાલિકા ની પ્રીમોન્શુન ની કામગીરી ની પોલ પણ મોસમ ના પહેલા વરસાદે ખુલ્લી પાડી હતી