કોરોના મહામારીના વધતા જતા સંક્રમણને જોતા માસ્ક પહેરવુ ફરજીયાત કરવામાં આવ્યુ છે. જોકે, માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી દંડની વસુલાત કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ માસ્ક ન પહેરવાને લઈ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ મામલે એનસીપીના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ દ્વારા માસ્ક ન પહેરવા મામલે ફટકારાતા દંડની રકમને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સોમવારના રોજ એનસપી મહિલા પ્રમુખ રેશ્મા પટેલ કાર્યકરો સાથે મળી અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસી સુત્રોચ્ચાર કરવા પહોંચ્યા હતા.
(File Pic)
જે દરમિયાન રાણીપ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. 10 દિવસ અગાઉ એનસીપી દ્વારા માસ્કના દંડનો વિરોધ કરતું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રનો જવાબ લેવા એનસીપીના આગેવાનો પહોંચ્યા હતા. જ્યાં તેમની અટકાયત કરવામાં આવી હતી. રેશ્મા પટેલએ ડિટેઈન થયા બાદ ફેસબૂક લાઈવ કર્યું પણ કર્યું હતું.
https://www.facebook.com/reshmapatel.in/videos/295596621755344/
જેનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, સોશિયલ ડિસ્ટન્સ જાળવી અમે ડેપ્યુટી કલેકટરની ઓફીસ બહાર માસ્ક દંડના આવેદનનો જવાબ લેવા બેઠા હતા. તેમ છતાં પોલીસે ખોટી રીતે કાર્યવાહી કરી અમારી અટકાયત કરી છે.